વ્યાપ્તિની પ્રાપ્તિનો રણકો

By Dhaivat Shukla

ધૈવત શું છે ? વ્યાપ્તિની પ્રાપ્તિનો રણકો.
સંસાર સોંસરો નીસરી ગયાનો ડણકો.
શુધ્ધ હો યા કોમળ ગર્ભિત જ્ઞાનનો રણકો.
સર્વ આયામો ઓગળી ગયાનો ચુક્યાનો અણિશુધ્ધ ભડકો.
ભાન-અભાન-સભાન સમાન તિવ્ર શુધ્ધ સમજ્યો,
જ્ઞાન-અજ્ઞાન-વિજ્ઞાન બહુમાન સત્વ શીલ જનમ્યો.
પખાળી પ્રેમગંગાને જ્ઞાન આચમની ગળથુથી.
જનમબુટી જનમઘુંટી, સર્વ જ્ઞાન ઘન  ગટકી ગયો.
ઓડકારે ઓમ ગુંજે, વિજ્ઞાનઘન આતમા ભયો.
ભેરૂ બની ભવ ભાવન ભમે બ્રહ્માંડ સુરતાલમાં.

- દિવ્યાંગ શુક્લ.
19.11.07

Leave a Reply