જાગૃતિ પરની જાગૃતિ

By Dhaivat Shukla

અસ્તિત્વમાં હોવાપણું માત્ર એક અહેસાસ,
સ્થિતિ કેરી જાગૃતિમાં જડત્વ એજ અહંકાર.
અહંકારે જ અસ્તિત્વમાં કાર્યશીલ બનાય,
અહંકારની જાગૃતિ કર્મો ન લેપાય.
અહંકાર વિના કોઈથી ઉંહ પણ ન બોલાય,
ધારાવાહી અસ્તિત્વ અસ્ખલિત વાઙ્મય છતાં મુક્ત રહેવાય.

જાગૃતિ પરની જાગૃતિ જ છેલ્લી ક્રિયા કહેવાય,
પામ્યો જે જન તેનાથી ધન્ય ધરા પણ થાય.

- દિવ્યાંગ શુક્લ
13.05.08

Leave a Reply