જાગૃતિ પરની જાગૃતિ
January 24, 2009પરમપ્રકાશબિંદુઓ સર્વ શરીર પાવન કરે.
January 24, 2009હૃદયભેદી પ્રાર્થના પછી
પ્રભુની શું મજાલ કે તે ન સાંભળે ?
જ્યમ ધરતી ફાડીને બીજાંકુરે
તેમ અજ્ઞાન ફાડીને પરમપિતા પ્રગટે.
શિવજટા પર જેમ ગંગા અવતરે સહસ્રારે પરમપ્રકાશપુંજ ધોધ વહે
જલધોધ વારિ જ્યમ વમળો સર્જે પરમપ્રકાશ તેમ ચક્રશૃંખલા સર્જે
ઘુઘવતો સિંધુ જેમ જલ ઝગઝગે પરમ પ્રકાશ તેમ ગતિ વહે.
જલશીકરો જેમ જલધોધથી નોખી પડે પરમપ્રકાશબિંદુઓ, સર્વ શરીર પાવન કરે.
- દિવ્યાંગ શુક્લ
31.12.2008.
વ્યાપ્તિની પ્રાપ્તિનો રણકો
January 24, 2009ધૈવત શું છે ? વ્યાપ્તિની પ્રાપ્તિનો રણકો.
સંસાર સોંસરો નીસરી ગયાનો ડણકો.
શુધ્ધ હો યા કોમળ ગર્ભિત જ્ઞાનનો રણકો.
સર્વ આયામો ઓગળી ગયાનો ચુક્યાનો અણિશુધ્ધ ભડકો.
ભાન-અભાન-સભાન સમાન તિવ્ર શુધ્ધ સમજ્યો,
જ્ઞાન-અજ્ઞાન-વિજ્ઞાન બહુમાન સત્વ શીલ જનમ્યો.
પખાળી પ્રેમગંગાને જ્ઞાન આચમની ગળથુથી.
જનમબુટી જનમઘુંટી, સર્વ જ્ઞાન ઘન ગટકી ગયો.
ઓડકારે ઓમ ગુંજે, વિજ્ઞાનઘન આતમા ભયો.
ભેરૂ બની ભવ ભાવન ભમે બ્રહ્માંડ સુરતાલમાં.
- દિવ્યાંગ શુક્લ.
19.11.07
પરબ્રહ્મમાં સમાય
January 24, 2009સંકલ્પના જે શિવની, પરબ્રહ્મમાં સમાય,
અજ્ઞાન સઘળું ભળું થયું, પરબ્રહમમાં જમા થાય.
પરબ્રહ્મ સુઘડ કરી, સર્વલોકમાં પથરાય.
સંસાર સર્વ શિવ જાણી, પરબ્રહ્મ ખોવાય.
શિવ ઢુંઢે પરબ્રહ્મને પરબ્રહ્મની અજાણ,
પંચમબ્રહ્મ એ જ પરબ્રહ્મ વિજ્ઞાન સઘળું ત્યાં જ.
- દિવ્યાંગ શુક્લ
19.11.07
જ્ઞાનં સ્નાનં સમર્પયામી
January 24, 2009સંકલ્પે શિવના જનમ્યો તું ઇહ લોકમાં
કર્મ-કર્તા ભાવ નિઝરી નું વિહર મર્ત્યલોકમાં
જ્ઞાનાંજને દૃષ્ટિ ઠેરવી સહજાત્મસ્વરૂપ માંય.
ભવાંતર ભેદી સહજ ભાવથી આત્મસ્વરૂપમાં નાહ્ય.
જ્ઞાનં સ્નાનં સમર્પયામી. શુદ્ધ રૂપમાં આય.
કર્મ કદિ સ્પર્શે નહીં. નાહિંમત ન થાય
તદ્રૂપ ચિરંતન દિગંતરમાં જ વિચરાય.
દ્વૈત સઘણું અદ્વૈતમાં સંકલ્પો જ સમાય.
શુદ્ધ સંકલ્પ એક જ છે. મૂળ મંત્ર કહાય.
- દિવ્યાંગ શુક્લ
19.11.07
વિશ્વાસ નો શ્વાસ
January 24, 2009મન ચૈતન્ય શીશામાં,
લહે બધું જ ડામાડોળ,
મૂળ ચેતન અચલ દૃષ્ટિમાં,
સર્વ કાંઈ એક જ હોય.
વિશ્વાસના શ્વાસ શ્વસવે ત્યારે,
રહે ના ક્યારે ય કોનો ભો.
રાખ શ્વાસ પર વિશ્વાસ,
એ જ લાવે સઘણું મન ભાવન.
લહે અખૂટ અનંત અમાપ,
ભલે ભાખે જોશ જોશીઓ,
ભાર બ્રહ્માંડ વધી ગયો,
વિશ્વાસ નો શ્વાસ ઝગમગે,
સર્વ ભિતિ ભેદાઈ જાયે,
ભલે દિગ્ગજો ધૂળ ચાટે,
ચપટી ધૂળ પણ કવચ બાંધે.
ફાકડી ફિકરની ફાકી,
જવાંમર્દ ઝઝૂમે ઘણો,
રખોપા રામનાં તારે,
તું બ્રહમાંડ તરી ગયો.
- દિવ્યાંગ શુક્લ
20.11.07
સઘણું ફાવે
January 24, 2009અક્કરમીને ઓછું આવે,
સકરમીને સઘળું ફાવે.
- દિવ્યાંગ શુક્લ
સંસારે જ્યારે રમતો મેલ્યો
January 24, 2009સંસારે જયારે રમતો મેલ્યો આશિર્વાદ સહ…
- દિવ્યાંગ શુક્લ
ફોરમ ફુલોંકી સુવાસિત પમરાટ પ્રસારે
January 24, 2009ઉફ ભી ના નિકલે મુંહ સે હમારે,
સીર્ફ કહે દો હમ હમેશા તુમ્હારે.
જુદાઈ કી જાન તુમ હમારા બિસારે,
ફોરમ ફુલોંકી સુવાસિત પમરાટ પ્રસારે.
બંદગી પણ ખુદાની રહેમત,
હેવાન ગ્રીવા ઊંચી ઉઠાવત,
માન, અકરામ, બહુમાન સબ તેરા.
શિજદો કરે તો નિગેહબાન અલ્લા.
- દિવ્યાંગ શુક્લ.
અંતર મમ આરસી સ્વચ્છ તગતગે
January 24, 2009ભીતરમાં ભભકે પ્રચંદ અભીપ્સા,
લહું જીવન કાર્યોની સમીક્ષા,
મન ક્ષિતિજમાં દમકે કો અભિલાષા,
પ્રસારું પ્રસાદ દિવ્યજ્ઞાન બેતહાસા.
ચહું ના ભરું કદિ પગલાં પારોઠના,
નિહાળું પ્રચંડ દર્પ તણો મુજ પ્રજળે,
વિસારું ચંડ ગર્વ ઘણોય ખળભળે,
પુંજ જ્ઞાનતણો ગંજ ઘણો ઝગઝગે.
અંતર મમ આરસી સ્વચ્છ તગતગે,
મંતર મન માંહિ પ્રચ્છન્ન ઘણો ગુંજે.
ભીતર ઓમ્કાર બિંદુ તીવ્ર સાદે.
- દિવ્યાંગ શુક્લ
18.11.08